Skip to content

Exit
site

Exit
site

લેસ્ટર (Leicester), લેસ્ટરશાયર (Leicestershire) અને રટલેન્ડમાં (Rutland)ગુના- અપરાધના ભોગ બનેલાઓ અને સાક્ષીઓ (વિટનિસીસ) માટે વિક્ટિમ ફર્સ્ટ (Victim First) એ કોઈ એક મફત, નિષ્પક્ષ અને ખાનગી કે ગોપનીય સેવા – સર્વિસ છે.

અમે તમને ગુના કે અપરાધની અસર- પરિણામોમાંથી પહોંચી વળવા અને પુનઃપ્રાપ્તિ (રિકવર) મેળવવામાં તમને જરૂરી સપોર્ટ આપી શકીએ. અમે એવું સ્વીકારીએ છીએ કે દરેકેદરેકની જરૂરિયાતો જુદી હોય છે અને, અગર કોઈ એક ગુનો લાંબા સમય પહેલાં થયો હોય અથવા પોલીસને રિપોર્ટ કરવામાં આવ્યો ન હોય, તો પણ અમે હજી તમને સપોર્ટ (ટેકો- આધાર) પૂરો પાડી શકીએ.

જો તમને ઈન્ટરપ્રિટરનો ઉપયોગ કરી સપોર્ટની સુગમતા સાધવાની ઈચ્છા હોય તો, તમે અમને અમારા ફ્રીફોન 0800 953 9595 ઉપર ફોન કરી શકો છો અને અમે તમારી ભાષા માટે કોઈ એક ઈન્ટરપ્રિટરની ગોઠવણ -વ્યવસ્થા કરીશું.

અમે સોમવાર થી શનિવાર સવારના 9 થી સાંજના 6 સુધી અને બુધવારે સવારના 9 થી રાતના 8 વાગ્યા સુધી ખુલ્લા હોઈએ છીએ.